હળવદના બોરડી ગામે ગૌવંશ ઉપર હુમલો

- text


પાપી શખ્સોએ કાંટા ઉપાડવાનું બે લાખીયું મારી દેતા નંદી ઘાયલ

હળવદ : હળવદ તાલુકાના બોરડી ગામે નિર્દયી પાપી શખ્સ દ્વારા ગૌવંશ ઉપર હુમલો કરી નિર્દયતા પૂર્વક કાંટા ઉપાડવાનું બે લાખીયું શરીરમાં ઘુસાડી દેતા જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના બોરડી ગામે કોઈ વિકૃત માણસ ધરાવતા શખ્સ દ્વારા ગૌવંશ એવા નંદીના શરીરમાં કાંટા ઉપાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતું લોખંડનું બે લાખીયું ઘુસાડી દેતા નંદી બે લાખીયા સહિત ગામમાં આટાફેરા કરતા સેવાભાવી જીવદયા પ્રેમીઓ દ્વારા મહા મહેનતે ઈજાગ્રસ્ત નંદીના શરીરમાંથી લોખંડનું બે લાખીયું કાઢી સારવાર સુષુર્શા કરી હતી.

- text

- text