મોરબીમાં 1.19 કરોડની દિલધડક લૂંટની ટીપ આપનાર સહિત બે ઝડપાયા

- text


હજુ પણ ફરાર રહેલા એક આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

મોરબી : મોરબીમાં આઠેક દિવસ પૂર્વે વહેલી સવારે દલવાડી સર્કલ નજીક આંગડિયા પેઢીના રૂપિયા 1.19 કરોડની રોકડ રકમના પાર્સલની દિલધડક લૂંટ કેસમાં ત્રણ દિવસ અગાઉ ત્રણ આરોપીને ગિરફતમાં લઈ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ પણ કબ્જે કર્યા બાદ આ ત્રણેય આરોપીઓને દસ દિવસના રિમાન્ડ ઉપર લીધા છે. ત્યારે આ આંગડિયા લૂંટ કેસમાં મહત્વની કડી રૂપ અને લૂંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારના ભાઈ સહિત બે આરોપીને પોલીસે આજે ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text

ગત તા. 31 માર્ચના રોજ વહેલી સવારે મોરબીના દલવાડી સર્કલ નજીક રાજકોટથી આવેલ આંગડિયા પેઢીના રુપુયા 1.19 કરોડની ફિલ્મી સ્ટાઈલથી કરાયેલ દિલધડક લૂંટનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખ્યો હતો.જેમાં પોલીસની તપાસમાં રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું ડ્રાઇવર જાવિદે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણને ટીપ આપી તેના મીત્ર પંકજ કેશા ગરાંમડીયાએ મળી સમગ્ર કાવત્રુ રચ્યું હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ ઉપર છે. દરમિયાન પોલીસે આજે આ લૂંટ કેસની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉર્ફે જાહિદ અલ્લારખાભાઈ અને ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણને ઝડપી લીધા હતા. તેમજ હજુ ફરાર રહેલા પંકજ કેશાભાઇ ગરાભડીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text