મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં કાલે શનિવારે વિદ્યાર્થીઓ લિખિત અંકનું વિમોચન

- text


અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ અંક તૈયાર કર્યા

મોરબી : વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત સરસ્વતી શિશુમંદિર દ્વારા વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક તૈયાર કરવામાં આવ્યા છે.જેનું વિમોચન આવતીકાલે શનિવારે કરવામાં આવશે.

સ્વાધીનતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં છેલ્લા થોડા સમયથી ધોરણ 6 તથા ધોરણ 8ના વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક તૈયાર કરી રહ્યા હતા.અધ્યયન-ચર્ચા કરી વિદ્યાર્થીઓએ ‘ભારતીય પ્રાચીન વિદ્યાઓ’, ‘ભારતીય પ્રાચીન વિદ્યાપીઠો’, ‘ગણિત-વિજ્ઞાનમાંમાં પ્રાચીન ભારતનું યોગદાન’, ‘મનોહર કહાનિયા’, ‘ચલો ચલે કહાનીયો કી દુનિયામેં’ અને ‘નિરામય જીવન’ જેવા હસ્તલિખિત અંક તૈયાર કર્યા છે.

આ અંકોના વિમોચન કાર્યક્રમમાં આવતીકાલે તા.9ને શનિવારના રોજ સવારે 9 કલાકે સરસ્વતી શિશુમંદિર, મારૂતી પરફેકટ શો રૂમની બાજુમાં,શકત શનાળા ખાતે રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિધાર્થીઓમાં ભવ્યભાઇ કાવર,ધૃમિતભાઇ રાજકોટિયા,ભૂતપૂર્વ વાલી પ્રદિપભાઇ જોશી,ભૂતપૂર્વ આચાર્ય ચેતનાબહેન લાલાણી અને વાલીઓમાં ડો.પુનિતભાઈ માકાસણા,જગદીશભાઈ ચાપાણી અને ચારુલતાબેન કાલરીયા વિમોચક તરીકે હાજર રહેશે.એમ એમ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રચિતભાઇ કાલરીયા અને આર્ય સમાજ મંદિર-ટંકારાના માનદ મંત્રી દેવજીભાઈ પડસુંબીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

- text

સરસ્વતી શિશુમંદિરના પ્રાથમિક વિભાગ વ્યવસ્થાપક દિપકભાઇ વડાલિયા,સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જ્યંતિભાઈ રાજકોટીયા અને નિયામક સુનિલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text