નીચી માંડલથી ઝીકીયાળી રોડનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરવા માંગ

- text


જવાબદારો સામે કાર્યવાહી કરવા ઝીકીયાળી અને ખરેડાના સરપંચની કાર્યપાલ ઇજનેરને રજૂઆત

મોરબી : નીચી માંડલથી ઝીકીયાળી રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી લોકોને ઘણી હાલાકી પડી રહી છે.આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.તેથી તાત્કાલિક 7 દિવસમાં રોડનું કામ ચાલુ કરવામાં આવે તેમજ અધિકારીઓ અને એજન્સી પર કાર્યવાહી કરવા ઝીકીયાળી,ખરેડા અને વાંકડા ગામના સરપંચે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર પાસે માંગણી કરી છે.

નીચી માંડલથી ઝીકીયાળી રોડનું કામનું કામ ગોકળ ગતિએ થતું હોવાથી લેખીત તેમજ મીડીયા દ્વારા રજૂઆત કરેલ હતી.તેમ છતા એજન્સી ઉપર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.એજન્સી સાથે અધીકારીઓની સાંઠગાંઠ હોવાથી એજન્સી ત્રણ ત્રણ વર્ષ થવા છતાં અત્યાર સુધી રોડનું કામ પૂર્ણ કરેલ નથી.અધુરા રોડ ઉપર પથ્થર હોવાથી આવતા જતાં મુસાફરોને તે પથ્થર લાગવાથી વારંવાર અકસ્માત થાય છે.આવા રોડ ઉપર ચાલવાથી માણસોને આર્થિક પણ નુકસાન થાય છે.

- text

એજન્સી દ્વારા ત્રણ ત્રણ વર્ષ થવા છતા રોડનું કામ પૂર્ણ કરેલ નથી અને હાલ કામ બંધ કરેલ છે.તેમ છતા સાંઠગાંઠ હોવાથી આપણાં દ્વારા એજન્સી ઉપર કાઇપણ કાર્યવાહી કરેલ નથી.તાત્કાલિક 7 દિવસમાં રોડનું કામ ચાલુ કરાવો અને સાંઠગાંઠવાળા અધીકારી તેમજ એજન્સી ઉપર જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.જો આમ કરવામાં નહીં આવે તો કોઈ પણ માણસનું અકસ્માત કે મોત તેમજ કઈ પણ નુકસાન થશે તો તેની જવાબદારી અધિકારીની રહેશે.ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલન તારવામાં આવશે.

- text