માળીયાના જુના ઘાટીલા ગામે ડીઝલ છાંટી કાંડી ચાપી લેનાર વૃદ્ધાનું મૃત્યુ

- text


માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ડીઝલ છાંટી કાંડી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા લાભુબેન ચંદુભાઈ વિડજા, ઉ.70 નામના વૃદ્ધાએ ગત તા.21 માર્ચના રોજ પોતાના ઘેર અગમ્ય કારણોસર પોતાના શરીરે ડીઝલ છાંટી કાંડી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text