મોરબીના રવાપર રોડ પર ફ્લેટમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

- text


એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. 1.79 લાખની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલા ફ્લેટમાં મહિલા સંચાલિત જુગરધામ ઝડપી લીધું હતું. પોલીસે આ ફ્લેટમાં જુગાર રમતી ચાર મહિલાઓને રૂ. રૂ. 1.79 લાખની રોકડ સાથે ઝડપી લીધી હતી.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ જુગારની રેઇડની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બોની પાર્ક વિસ્તારના એક ફ્લેટમાં રહેતી મહિલા અન્ય મહીંલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની એ ડિવિજન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. એ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ આજે રવાપર રોડ ઉપર આવેલ બોની પાર્ક વિસ્તારના એક ફ્લેટમાં ત્રાટક્યો હતો અને પોલીસે આ ફ્લેટમાં જુગાર રમતી મહિલા જાગૃતિબેન અનિલભાઈ બોપલીયા, હંસાબેન કાળુભાઈ ગોસ્વામી, અનીશાબેન કાસમભાઈ સુમરા અને ભારતીબેન હિતેશભાઈ કાસુન્દ્રાને રૂ.રૂ. રૂ. 1.79 લાખની રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- text