મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ચીફ પેટન વિઝીટ યોજાઈ

- text


મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની ચીફ પેટન વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચીફ પેટન વિઝીટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” MORBI WOMENS GOT TALENT ” અને ” KHADI FASHION SHOW ” નું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં ક્લબના તમામ હોદ્દેદારો તેમજ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.

ગત તા.26/3ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની ચીફ પેટન વિઝીટનું આયોજન માધવ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું.આ મીટીંગ ચીફ પેટન ઇન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા કે જેઓ જાહેર જીવનમાં 1975થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના રાષ્ટ્રીયકક્ષાની જવાબદારી ધરાવે છે. તેઓ 2001થી લઇને ગુજરાતના તમામ મુખ્યમંત્રીના પી.આર.ઓ તરીકે ફરજ બજાવે છે તેમની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

આ મિટિંગમાં ઇન્ડિયન લાયનના નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર,ઇન્ડિયન લાયનના નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા,ઇન્ડિયન લાયનના સ્ટેટ પ્રેસિડેન્ટ વિજયાબેન કટારીયા,ઇન્ડિયન લાયનના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ ધીરુભાઈ સુરેલીયા,વેસ્ટ સેક્ટર ચેરમેન ઇન્ડિયન લાયન સુરેશભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં નક્કી થયા મુજબ ઇન્ડિયન લાયોનેસ દ્વારા આગામી મે મહિનામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓપન “MORBI WOMENS GOT TALENT” તેમજ મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચારોને રજૂ કરવા “KHADI FASHION SHOW” નું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમ મોરબી શહેરની મહિલાઓમાં રહેલી શક્તિના વિકાસ માટે તેમજ તેમનામાં રહેલા કૌશલ્યને આગળ વધારવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને ભવિષ્યમાં પણ તેમના વિકાસ માટે સંસ્થા મદદરૂપ બનશે.

- text

આ મિટિંગમાં ક્લબના તમામ હોદ્દેદારો તેમજ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવવા માટેની તૈયારી બતાવી હતી. તેવું ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈએ યાદીમાં જણાવ્યું છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા,ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ,વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા,રંજનબેન સારડા,સેક્રેટરી મયુરીબેન કોટેચા ટ્રેઝર પુનમબેન હિરાણી,પુનિતાબેન,બોર્ડ મેમ્બર પ્રફુલાબેન સોની તથા એન્કરિંગ જ્યોતિબેન વિઠ્ઠલપરા તેમજ કવિતાબેન મોદનીએ કર્યું હતું.

- text