પીપળીયા ચોકડીએ આધારકાર્ડ માટેનું સેન્ટર આપવા તરઘરી ગ્રા.પં.ની રજૂઆત

- text


મોરબી : પીપળીયા ચોકડી નજીક આધારકાર્ડ કઢાવવા માટે નવું એક સેન્ટર આપવા તરઘરી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે તરઘરી ગામના લોકો તથા આજુબાજુના ૨૦ થી ૨૫ ગામોના લોકોને આધારકાર્ડની વિવિધ પ્રકારની સેવાઓ બાકી હોય જેથી પીપળીયા ચોકડીએ આધારકાર્ડનું સેન્ટર ઉભુ કરવામાં આવે તો અનેક લોકોને સુવિધા મળી શકે તેમ છે. આ અંગે લોકોના હિતને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવા તરઘરી ગ્રામ પંચાયત દ્વારા માળીયા(મી) મામલતદારને રજૂઆત કરાઇ છે.

- text

- text