વાંકાનેરના રાતીદેવળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે રાતીદેવળી ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂપિયા 12,900 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે બાતમીને આધારે રાતીદેવળી ગામે દરોડો પાડી વોકળામાં જાહેરમાં જુગાર રમી રહેલા ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા, રહે.સજનપર તા ટંકારા, નાથાભાઈ વાલજીભાઈ મદ્રેસાણીયા, રહે રાતીદેવળી તા.વાંકાનેર, મનસુખભાઈ ઉર્ફે મનોજ પ્રભુભાઈ કારેલીયા, રહે. સજ્જનપર અને રમેશભાઈ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયા, રહે રાતીદેવળી વાળાને રોકડા રૂપિયા 12,900 સાથે તિનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ એન.એ.વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિહ જયેન્દ્રસિંહ પરમાર, યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, જનકભાઈ વલ્લભભાઇ ચાવડા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીધ્ધસિંહ વાળા વગેરેએ કરી હતી.

- text