બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના

- text


આઇ ખેડૂત પોર્ટલ પર ૩૦ એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી : શું આપ બાગાયતી ખેતી કરો છો? જો હા તો મોરબી જિલ્લાનાં બાગાયત દારો માટે ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) ઘટકમાં સરકારનાં બાગાયત ખાતા દ્વ્રારા રૂ. ૪૫૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે. જે મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- ૩૦ ઉપર અરજી કરી,અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ,આધારકાર્ડ નકલ,બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

- text

અત્રે ઉલ્લેખનિય છે કે અરજી કરવા માટે ૩૦-૦૪-૨૦૨૨ સુધી જ વેબસાઇટ ખુલ્લી છે. વધુ વિગતો માટે ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.

- text