મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આઇસર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


અકસ્માત સર્જ્યા બાદ વાહન રેઢું મૂકી આઇસર ચાલક ફરાર

મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર ટીમ્બડી ગામના પાટિયા નજીક પુરપાટ ઝડપે નીકળેલા આઇસર ચાલકે બાઈક સવાર આધેડને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આધેડનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મૂળ કચ્છ રાપર તાલુકાના કાનપર ગામના વતની અને હાલ ટીમ્બડી પાટીયે તળાવ નજીક રહેતા રામજીભાઈ અખાભાઈ ગોહીલ હિરો આઇ-સ્માર્ટ સિલ્વર કલરનુ મોટર સાયકલ નંબર GJ-03-FR-7656 લઈને જતા હતા ત્યારે કંડલા મોરબી હાઇવે ઉપર ટીમ્બડીના પાટિયા નજીક આઇસર ટ્રક નંબર GJ-02-Z-6998ના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

- text

બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ રામજીભાઈ ગોહીલે મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૩૦૪(અ), ૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text