સિરામીક ફેક્ટરીમાંથી 10 લાખના ઇલેક્ટ્રોનિકસ કાર્ડ ચોરનાર તસ્કર બેલડી ઝડપાઇ

- text


મોરબી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બન્ને શખ્સોને મુદ્દામાલ સહિત દબોચી લીધા

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક દરીયાલાલ હોટલ પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેઝ ટાઇલ્સના કારખાનામાંથી રૂપિયા 10 લાખની કિંમતના 10 ઇલેક્ટ્રોનિક્સ કાર્ડ ચોરી થવા પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચોરાવ કાર્ડ સાથે તસ્કર બેલડીને દબોચી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે મોરબી તાલુકા પોલીસ મથકમાં રફાળેશ્વર નજીક દરીયાલાલ હોટલ પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેઝ ટાઇલ્સના કારખાનામાંથી રૂપિયા 10 લાખની કિંમતના 10 ઇલેક્ટ્રોનિક્સ કાર્ડ ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસંધાને તાલુકા પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પ્રયત્નશીલ બનતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સટેબલ રવિભાઇ ધીરૂભાઇ કીડીયાને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી ત્રાજપર ચોકડી નજીકથી મોટર સાયકલ નં. GJ-03-DS-6037માં આ કાર્ડ વેચવા નિકાળનાર તસ્કર બેલડીને આબાદ ઝડપી લીધી હતી.

- text

વધુમાં તાલુકા પોલીસ ટીમે આરોપી ભાવેશ વિરમભાઇ પુછડીયા/કેડીયા, રહે. હાલ-ગુ.હા.બોર્ડ, ઋષિકેશ વિદ્યાલય સામે, મોરબી-૦૨, મુળ રહે. ગામ-દુધાળા (ગીર), તા.માળીયા (હાટીના), જી.જુનાગઢ અને નિલેશ લાખાભાઇ કારેણા, રહે. ગુ.હા.બોર્ડ, સામાકાંઠે, મોરબી-૦૨, મુળ રહે. અમરદડ, તા.રાણાવાવ, જી.પોરબંદર વાળાને ઝડપી લઈ તપાસી લેતા બે ઇલેક્ટ્રોનિક્સ કાર્ડ મળી આવ્યા હતા અને બાકીના અન્ય આઠ કાર્ડ પણ કાઢી આપ્યા હતા.

આ પ્રકરણમાં પોલીસે સિરામીક ફેકટરીના પ્રેસ મશીનમાં ઉપયોગ થતા ઇલેક્ટ્રોનિક કાર્ડ નંગ-10 કિં.રૂ.10 લાખ, ગુન્હામાં ઉપયોગમાં લીધેલ હિરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ કિં.રૂ.10 હજાર તથા મોબાઇલ ફોન નંગ-2 કિં.રૂ.10 હજાર મળી પોલીસે કુલ કિં.રૂ.10.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ, એ.એસ.આઇ. સુરેશભાઇ ધીરજલાલ ઠોરીયા, જયદેવસિંહ ખોડુભા ઝાલા, પો.હેડ કોન્સ. યુવરાજસિંહ હકુભા જાડેજા, હરેશભાઇ ઇન્દુલાલ આગલ, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા રવિભાઇ ધીરૂભાઇ કીડીયા દ્વારા કરવામાં આવેલ હતી.

- text