ગોરખનાથ મંદિર ધરાવે છે રસપ્રદ ઇતિહાસ.. યોગી આદિત્યનાથ યુપીના સીએમની સાથે મહંત પણ છે

- text


નાથ સંપ્રદાયમાં ગોરખનાથને શિવનો અવતાર માનવામાં આવે છે : અલાઉદ્દીન ખિલજી અને ઓરંગઝેબે મંદિર પર આક્રમણ કરેલું

ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં સ્થિત ગોરખનાથ મંદિરમાં મુર્તજા અબ્બાસી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કર્મીઓ પર હુમલા બાદ આ મઠને લઇને દેશભરમાં ચર્ચા થઇ રહી છે. હુમલા બાદ નાથ સંપ્રદાયના સૌથી મોટા મઠની સુરક્ષાને લઇને દેશભરમાં ચર્ચા થઇ રહી છે. ત્યારે ગોરખનાથ મંદિરના રસપ્રદ ઇતિહાસની જાણકારી મેળવીએ અને એ પણ જણાવી દઈએ કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગોરક્ષપીઠાધીશ્વરના મહંત પણ છે. અને અલાઉદ્દીન ખિલજી અને ઓરંગઝેબે મંદિર પર આક્રમણ કરેલું હતું.

ગોરખનાથ મંદિરનો ઇતિહાસ

નાથ સંપ્રદાયમાં ગોરખનાથને શિવનો અવતાર પણ માનવામાં આવે છે. ગોરખનાથ મંદિરની વેબસાઇટની માનીએ તો ત્રેતા યુગમાં ગોરખપુરમાં ગોરક્ષનાથે પવિત્ર રાપ્તી નદીના કિનારે તપસ્યા કરી હતી. ઇતિહાસમાં રાજા માનસિંહે પોતાના પુસ્તક ‘શ્રીનાતીર્થાવલી’માં પણ વર્ણન કર્યુ છે. ગોરખનાથ મંદિરનો 52 એકર ક્ષેત્રમાં વિસ્તાર છે. આખા મંદિર પરિસરમાં ફૂલ અને છોડ લગાવવામાં આવ્યા છે. અખંડ જ્યોતિ અને અખંડ ધૂન આ મંદિરની ખાસ વિશેષતા છે.

19મી સદીમાં થયો હતો મંદિરનો જીણોદ્વાર

ઇતિહાસમાં ઉલ્લેખ છે કે 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજી અને તે બાદ 18મી સદીમાં ઓરંગઝેબે પણ તેની પર આક્રમણ કર્યુ હતુ. હુમલાથી મંદિર નષ્ટ થયુ હતુ પરંતુ હિન્દૂ સંસ્કાર અને પરંપરાઓને અહી જીવંત રાખવામાં આવી છે. હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા લોકોએ આ મંદિરમાં સ્નેહ અને શ્રદ્ધા બનાવી રાખી છે. કહેવામાં આવે છે કે 19મી સદીમાં સ્વર્ગીય મહંત દિગ્વિજય નાથ અને મહંત અવૈધનાથના સહયોગથી આ મંદિરનો જીણોદ્વાર શ્રદ્ધાળુઓ તરફથી કરવામાં આવ્યો હતો.

- text

ગોરખનાથ મંદિર અને યોગી આદિત્યનાથ વચ્ચે સંબંધ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીનો ગોરખનાથ અને નાથ સંપ્રદાય સાથે ઉંડો સબંધ છે. ગોરખપુર સ્થિત ગોરક્ષનાથ પીઠ મઠની રાજનીતિ અને આધ્યાત્મિક રીતે ઘણુ મહત્વ છે. યોગી આદિત્યનાથ સીએમની સાથે સાથે ગોરક્ષપીઠાધીશ્વરના મહંત પણ છે. ગોરખનાથ મંદિર ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલુ છે. આ મઠના મહંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. નાથ સંપ્રદાયને દેશના પ્રાચીન યોગ અને આધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે નાથ સંપ્રદાયને અપનાવ્યા બાદ 12 વર્ષની તપસ્યા બાદ સંન્યાસીને દીક્ષા આપવામાં આવે છે.

- text