સ્વચ્છતા પખવાડિયા હેઠળ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા

- text


માળીયા(મી.)માં ગ્રામ્યકક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર વિવિધ પ્રવૃતિઓ કરાઈ

માળીયા(મી.) : રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ 2022 અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી દિવસોની ઉજવણી કરવાની સુચના આપવામાં આવી હતી.જે અંર્તગત આજરોજ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર રેલી,પોસ્ટર,રંગોળી,વોલ પેઇન્ટીંગ કરી દિવસ ઉજવવામાં આવ્યો હતો.તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.

ભારત સરકારની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્રને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ 2022 અંતર્ગત તા.1 થી તા.15 દરમ્યાન ઉજવણી કરવાની સુચના આપવામા આવેલ હતી.

- text

આ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ ખાતે વિવિધ આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.આ આયોજન અંતર્ગત આજ તા.2ના રોજ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જેમ.કતીરા,ક્યું.એ.એમ.ઓ ડો.હાર્દિક રંગપરીયા,માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી બાવરવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના વિસ્તારના વી.એચ.એન.સી.કમિટીના સભ્યો દ્વારા ગ્રામ્યકક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર રેલી,પોસ્ટર,રંગોળી વોલ પેઇન્ટીંગ વગેરે પ્રવૃતિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

- text