મોરબીના મચ્છુ – 3 ડેમમાંથી 39 કલાક બાદ યુવાનનો મૃતદેહ મળ્યો

- text


2 દિવસ પહેલા મોરબીના મચ્છુ -3 ડેમ પાસેથી આધેડનું બાઈક મળી આવતા ફાયર બ્રિગેડ શોધખોળ શરૂ કરી હતી

મોરબી : મોરબી નજીક આવેલ મચ્છુ – 3 ડેમમાં 2 દિવસ પહેલા એક યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકાએ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત 2 દિવસથી શોધખોળ શરૂ કરાયા બાદ આજે સવારે ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રિલાયન્સ નગરમાં રહેતા 45 વર્ષીય વિનોદભાઈ મગનભાઈ અમૃતિયા પોતાના બાઈકને ડેમ નજીક આવેલી હોટલ પાસે મૂકીને ડેમ તરફ ગયા હોવાની માહિતી મળતા મોરબી ફાયર બ્રિગેડને કોલ મળતા સતત 2 દિવસ સુધી તરવૈયાઓની ટીમ સાથે શોધખોળ કરી હતી પરંતુ તેમનો પતો લાગ્યો ન હતો.

દરમ્યાન આજ સવારે ફાયર બ્રિગેડ દ્વારા ફરી શોધખોળ શરૂ કરતા મૃતદેહ ડેમ પાસે તરતી હાલતમાં મળી આવતા ખરાઈ કરતા આ મૃતદેહ વિનોદભાઈનો જ હોવાનું સ્પષ્ટ બનતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી ફાયર બ્રિગેડના દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું.

- text

આ મામલે મૃતક યુવાને ક્યાં કારણોસર ડેમમાં ઝંપલાવ્યું હતું તે અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- text