વાછરડીને જીવતદાન આપનાર સદગતના પરિવારની વ્હારે ગૌપ્રેમીઓ : રૂ. 6.30 લાખનું અનુદાન અર્પણ

- text


સેવાભાવીઓ પાસેથી ફાળો ઉઘરાવી માટેલધામમાં મૃતકના સંતાનોને સહાયની રકમ અપાઈ

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ હોય.જેમાં વાછરડી તણાતા જોઈ માટેલ ગામના ગૌપ્રેમીએ વાછરડીને બચાવા ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું.તેઓ કુશળ તરવૈયા હોવા છતાં પાણીમાં પડવા સમયે કોઈ ઇજા થવાથી તેઓનું મૃત્યુ થતા પરિવાર નિરાધાર બન્યો હતો.માટેલ ગામના ગૌપ્રેમીની સાહસતાની જાણ મોરબી જિલ્લાના ગૌ સેવકોને થતા તેમના પરિવારને મદદરૂપ બનવા ફાળો એકઠો કરી તેમના પરિવારને આપ્યો હતો.રૂ.6 લાખ 30 હજાર ફાળો પરિવારને દાન કર્યા હતા.

ગત તા.29ના રોજ મોરબી જિલ્લાનાવાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ હોય.તેમાં એક વાછરડી તણાતી જોઈ માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળ ભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછરડીને બચાવવા ઝંપલાવવામાં આવેલું હતું.પરંતુ કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં પાણીમાં પડવા સમયે કોઈ ઇજા થવાથી ભરતભાઈ પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો.આ સમાચારની જાણ મોરબી જિલ્લાના ગૌ સેવકોને થતા તાત્કાલિક માટેલ નિવાસી ભરતભાઈના પરિવારને સાંત્વના પાઠવવા રૂબરૂ દોડી ગયેલ હતા.જ્યા તેઓને એવું જાણવા મળેલું કે આ બનાવથી ભરતભાઈના પાંચ સંતાનો નોધારા થઈ ગયેલ છે.તેથી આ સંતાનો માટે આર્થિક મદદ કરવા ફાળો એકઠો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- text

જેના ભાગ રૂપે મોરબી,હળવદ,વાંકાનેર અને રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો.જેના ભાગરૂપે અનેક નામી અનામી લોકો દ્વારા છ લાખ ત્રીસ હજાર જેવું માતબર દાન આપવામાં આવેલું હતું.કોરોનાની પરિસ્થિતિના કારણે ના થઈ શકેલ આ દાનના વિતરણનો કાર્યક્રમ ગત તા.27ને રવિવારના રોજ ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં યોજવામાં આવેલ હતો.જેમાં ભરતભાઈના પાંચેય સંતાનોને દાનની રકમ અર્પણ કરવામાં આવેલી હતી.

આ પ્રસંગે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ,હળવદના સામજિક કાર્યકર રાજકીય અગ્રણી તપનભાઇ દવે,મોરબીથી પરેશભાઈ કાનાબાર,પગ્રેશભાઇ ચતવાણી,તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈ ખાસ ઉપસ્થિત રહેલા હતા.અને ગૌ સેવકોએ આ કાર્યમાં દાન આપનાર તમામ દાતાનો આભાર માનેલો હતો.

- text