મોરબીમાં પોસ્ટ કર્મચારીઓની હડતાલ, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

- text


પડતર પ્રશ્ને પોસ્ટ કર્મચારીઓની આજથી બે દિવસની દેશવ્યાપી હડતાલમાં મોરબીના તમામ પોસ્ટ કર્મચારીઓ જોડાઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી : પડતર પ્રશ્ને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની આજથી બે દિવસની દેશવ્યાપી હડતાલ શરૂ થઈ છે. જેમાં મોરબી પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ આ દેશવ્યાપી હડતાલમાં જોડાઈને આજથી બે દિવસની હડતાલ પાડી છે. તેમજ મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આજે સવારે તમામ કર્મચારીઓએ એકત્ર થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાના હક્કોની માંગણી બુલંદ બનાવી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

સમગ્ર દેશની સાથે મોરબીની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ સંદર્ભે સરકાર સામે લડતના મંડાણ કરી આજથી બે દિવસની હડતાલ પાડી છે.આ બે દિવસની હડતાલમાં મોરબી પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓએ જોડાઈ જતા શહેર, જિલ્લાની તમામ પોસ્ટ ઓફીસ સજ્જડ બંધ રહી હતી અને પોસ્ટ ઓફિસનું તમામ કાર્ય ખોરવાયું હતું. જેના કારણે લોકો હેરાન થયા હતા. જો કે, આજે સવારે જ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ શહેરના પરાબજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તમામ કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાના હક્કોની માંગણી બુલંદ બનાવી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text