મોરબીના ગાંધીચોકમાં વહેલી સવારે બનેવીએ સાળાને ધોકાવી નાખ્યો

- text


બહેને કરેલ ખાધા ખોરાકીના કેસનો ખાર સાળા ઉપર ઉતાર્યો

મોરબી : મોરબીના ગાંધીચોકમાં વહેલી સવારે આવી બનેવીએ સાળાને લોખંડના પાઈપે પાઈપે ધોકાવી નાખતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં બનેવી વિરુદ્ધ સાળાએ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં લુહાર શેરી નજીક બાવા ઇમાનશારની દરગાહ પાસે રહેતા શબ્બીરભાઇ ઇશાભાઇ ખુરેશી ગઈકાલે વહેલી સવારે ગાંધીચોકમાં હતા ત્યારે તેમના જામનગર રહેતા બનેવી હુશેનભાઇ કાસમભાઇ બીજાણી અચાનક ધસી આવ્યા હતા અને પાઇપ વડે હુમલો કરી બન્ને પગમાં ઇજાઓ પહોંચાડી હતી.

- text

વધુમાં આ મામલે સિટી એ ડિવિઝનમાં બનેવી હુશેનભાઇ કાસમભાઇ બીજાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા શબ્બીરભાઇ ઇશાભાઇ ખુરેશીએ જણાવ્યું હતું કે, તેમના બહેને આરોપી એવા બનેવી વિરૂધ્ધ કોર્ટમાં ખાધા ખોરાકી કેસ કરેલ હોય જે બાબતે નો રોષ રાખી આ હુમલો કર્યાનું જણાવ્યું હતું.

હાલમાં પોલીસે શબ્બીરભાઈની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, તથા જી.પી. એક્ટ કલમ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text