મોરબીના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીનું જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વાગત

- text


મોરબીના પાસ અગ્રણી મનોજ પનારાની. પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક થતા અભિવાદન સમારોહ યોજાયો

મોરબી : મોરબીના યુવા આગેવાન અને પાસ અગ્રણી મનોજ પનારાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણુંક થતા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈ કાલ રવિવારે તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવા માળખામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ટીમ માં મોરબી ના યુવા આગેવાન મનોજભાઈ પનારા ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં મહામંત્રી તરીકે નિમણૂક થવા બદલ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને અભિનંદન અને સ્વાગત કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ

આ કાર્યક્રમમાં ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિત ભાઈ કગથરા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતી ભાઈ જે પટેલ, પુષ્પા બેન ભટ્ટ, રામજીભાઈ રબારી, રાજુ ભાઈ આહીર, કે ડી પડસુંબીયા, ધર્મેન્દ્ર વિડજા, રાજુ ભાઈ કાવર , નયન ભાઈ અઘારા,મહેશ પરેજીયા, રાજુ ભાઈ ચૌહાણ, મુકેશ ભાઈ ગામી, કે બી ઝાલા, રઘુભાઈ કંઝારિયા,કર્નલ લાડવા, રાણા ભાઈ ડાંગર, દિલીપ સરડવા, અશ્વિન વિડજા, અશોક કૈલા, રજનીશ શિરવી, યોગેશ અમૃતિયા, પીપી બાવરવા, શબ્બીર બુખારી, વિજય કોટડીયા, કિશોર ઉભડિયા, જગદીશ મુછડિયા, હરેશ શેરસિયા, છગન ભાઈ સરડવા, અશ્વિન પરમાર, રવજી ભાઈ સોલંકી, લલીત કાસુન્દ્રા, જાન મહોમ્મદ , સામજી મજીઠીયા જિલ્લા, શહેર, તાલુકા તમામ પાંખના આગેવાનો સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે મનોજ ભાઈ પનારા એ પોતાની નિમણુંક નો જસ મોરબી જિલ્લા કોંગ્રેસ અને મોરબી ના આગેવાનોને આપ્યો હતો. અને હુંકાર કર્યો હતો કે મોરબી જિલ્લા ની બધી સીટો કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ ને જીતાડવા માં કોઈ કસર નહિ રાખે અને તમામ કાર્યકરોને સાથ – સહકાર આપવા વિનંતિ કરી હતી. બીજેપી ની તાનાશાહી સામે જનૂન,જોમ – જુસ્સા થી લોકો ના પ્રશ્નો ને વાચા આપી ઉકેલવા ની વાત કરી હતી. કોંગ્રેસ એ ગરીબો,મજૂરો, કિસાનો, મધ્યમ વર્ગ ના લોકો નો પક્ષ છે

- text