વાહ મોરબી પોલીસ : બોર્ડના વિદ્યાર્થીનું વાહન ખરાબ થશે તો પોલીસ પહોંચાડશે પરીક્ષા સ્થળે

- text


મોરબી પોલોસની બોર્ડના પરિક્ષાર્થીઓ માટે આવકારદાયક પહેલ

મોરબી : આવતી કાલ સોમવારથી કારકિર્દીની મહત્વની ગણાતી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનું વાહન રસ્તા માં ખરાબ થાય ત્યારે વિદ્યાર્થી ટેન્શન માં આવી જાય છે અને પરીક્ષા સ્થળે કેવી રીતે પહોંચવું તેના ટેન્શનમાં આવી જાય છે અને આ ટેન્શનની અસર પરીક્ષા ઉપર પડે છે ત્યારે મોરબી પોલોસ આવા વિદ્યાર્થીઓની વ્હારે આવી છે

- text

મોરબી શહેરમાં કોઈ પણ જગ્યાએ પરિક્ષાર્થીઓનું વાહન ખરાબ થાય તો મુંજાયા વગર મોરબી પોલીસનો સંપર્ક કરશો તો મોરબી પોલીસ તમને તમારા પરીક્ષા સ્થળ સુધી મૂકી જશે આ માટે મોરબી જિલ્લા પોલીસવડાએ મોરબી શહેર પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર .- 02822 243478 તથા મોબાઇલ નંબર – 74339 75943 ઉપર ફોન કરવાથી પોલીસના માણસો તાત્કાલીક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ રૂપ થશે.

- text