મોરબીમાં યુવાન ડેમમાં ડૂબ્યાની આશંકા, 2 દિવસથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ

- text


મોરબીના મચ્છુ -3 ડેમ પાસેથી આધેડનું બાઈક મળ્યું

મોરબી : મોરબીના મચ્છુ – 3 ડેમ પાસે ગઈ કાલે એક યુવાન ડેમમાં ડૂબ્યાની આશંકાએ મોરબી પાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સતત 2 દિવસથી શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી

- text

આ અંગે ફાયરની ટીમના દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગઈ કાલ સાંજે અમને માહિતી મળી કે એક યુવાન હોટલ પાસે બાઈક મૂકીને ડેમ તરફ જઈ રહ્યા હતા. અને તે ડૂબી ગયાના આશંકાથી ગઈ કાલ સાંજથી રાત સુધી અને આજે પણ આખો દિવસ ડેમમાં હુડકા લઈને તરવૈયાની મદદથી શોધખોળ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી.

- text