શનાળામાં સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિન નિમિતે ‘શહીદ સ્મરણ યાત્રા’

- text


વેશભૂષા, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિન નિમિતે ‘શહીદ સ્મરણ યાત્રા’ યોજાઈ હતી. જેમાં વેશભૂષા, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

મોરબીના શનાળા ગામે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વેશભૂષા, વિશાળ રાષ્ટ્રધ્વજ, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. આ યાત્રા શનાળા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા યાત્રાનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

આ તકે યુવા આર્મી ગૃપના સભ્યો તેમજ શનાળાના સ્થાનિક આગેવાનોએ ખાસ હાજરી આપી આ યાત્રાને પુષ્પવર્ષા અને ભગવા ધ્વજ દ્વારા ખુલ્લી મુકી હતી. આ યાત્રામાં શનાળા ગામના અનેક લોકો પણ સહભાગી થયા હતાં તેમજ શહીદ સ્મરણ યાત્રામાં સમગ્ર શનાળા શહીદ ક્રાંતિકારીઓની યાદોમાં ભીંજાઈ ગયું હતું

- text