રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ 

- text


ભાઈઓ માટેની સ્પર્ધામાં કુલ 30 ટીમે ભાગ લીધેલ  

મોરબી : ગુજરાત સરકારના યુવક સેવા,સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા ખેલ મહાકુંભમાં મોરબી તાલુકાકક્ષાની ભાઈઓ માટેની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 30 ટીમોએ ભાગ લીધો હતો.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભમાં મોરબી તાલુકા કક્ષાની ભાઈઓ માટેની કબડ્ડી સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર મુકામે યોજાયેલ હતી.જેમાં સમાજ કલ્યાણ અધિકારી એલ.વી.લાવડિયા,કનવીનર બી.આર.હુંબલ,સ્થળ સંચાલક એસ.બી.બારૈયા અને પી.ટી.શિક્ષકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધા ખુલ્લી મુકેલ હતી.

- text

જેમાં u-૧૪ વિભાગમાં ૧૪ ટીમ, u-૧૭ વિભાગમાં ૮ ટીમ અને ઓપન વિભાગમાં ૮ ટીમે ભાગ લઈ પોતાના શ્રેષ્ઠ કૌશલ્યોની જલક બતાવી હતી.સંપૂર્ણ સ્પર્ધા શાંતિપૂર્ણ માહોલમાં અને ખેલદિલી ભર્યા વાતાવરણમાં પૂર્ણ થયેલ હતી.

- text