હળવદમાં ભાજપના મેડિકલ સેલ દ્વારા ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો

- text


સ્મિત ડેન્ટલ કલીનીક ખાતે યોજાયેલ ઓરલ ચેકઅપ કેમ્પમાં ૫૦ જેટલાં દદીે ઓનું નિ:શુલ્ક ઓરલ સ્ક્રીનીંગ કરવામા આવ્યું

હળવદ : ઓરલ હેલ્થ-ડે નિમેતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સહયોગથી નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન હળવદ શહેરમાં આવેલ સ્મિત ડેન્ટલ કલીનીક ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદના જરૂરિયાતમંદ ૫૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠનના મંત્ર અંતર્ગત આજ રોજ ઓરલ હેલ્થ-ડેની ઉજવણી માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની પ્રેરણા અને પ્રોત્સાહનથી હળવદમાં ઓરલ હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૫૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીને ડો.પરેશ પરમાર દ્વારા નિ:શુલ્ક ઓરલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

- text

ભાજપ મેડિકલ સેલનાં હળવદ તાલુકા સંયોજક ડો.મયુર એન.કનઝારીયાના હસ્તે દીપપ્રાગટ્ય બાદ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે ડો.પરેશ પરમાર-ડેન્ટલ સર્જન, હળવદ યુવા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ મહામંત્રી રમેશભાઇ ભગત, મૌલીશ ભાઇ મહેતા, દિલીપભાઇ સહિતનાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ ભાજપ મેડિકલના ડોક્ટર મિત્રો હાજર રહ્યા હતા.

- text