ચરાડવા પ્રાથમિક શાળામાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- text


હળવદમાં મોબાઇલની દુકાનમાં પણ હાથ ફેરો કર્યો હતો : હજુ વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા

હળવદ : હળવદ, ચરાડવા સહિતના વિસ્તારમાં ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા નવ માસથી ભાગતા ફરતા પાટણ જિલ્લાના શખ્સને હળવદ શહેરમાંથી ઝડપી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે.પોલીસની પૂછપરછમાં ચરાડવાની પ્રાથમિક શાળામાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં તેમજ હળવદ શહેરની મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મહેશભાઈ રાજુભાઈ દેવીપુજક રહે.રુચિ,તા.શંખેશ્વર વાળો શખ્સ હળવદ શહેરના જીન વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી હળવદ પોલીસને મળતા પોલીસ દ્વારા તપાસ કરાતા આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી હજુ વધુ કેટલાક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- text

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીએસઆઈ આર.બી ટાપરિયા, એમ.એન બાલાસરા, બીપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, ભાવેશભાઈ ડાંગર, દીપસિંહ સહિતના સ્ટાફે કરી હતી.

- text