મોરબીમાં રવિવારે જૈન સમાજના બહેનો તથા બાળકો ધમાચક્કડી મચાવશે

- text


જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા રમતગમતનું આયોજન

મોરબી : મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા રવિવારે જૈન સમાજના બહેનો તથા બાળકો માટે ધમાચક્કડી કાર્યક્રમનું કરવામાં આવ્યું છે.

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો તથા બાળકો માટે ધમાચક્કડી 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમતગમતની વણઝાર સાથે નવકારશી (નાસ્તો) અપાશે. તથા યોગા, ઝુમ્બા લાઈવ ડીજે, સેલ્ફી ઝોન અને લાઈવ ગરબા રહેશે. ટોકન ચાર્જ 50 રૂ. અને લેટ ફી 20 રૂ. રહેશે.

બાળકોની રમતોમાં ઉમર 4થી 8 વર્ષ માટે દોડ, લંગડી દોડ, લીંબુ સમચી, ઉભી દોડ, સાપ સીડી તથા ઉંમર 9થી 12 વર્ષ માટે કોથળા દોડ, લંગડી દોડ, લીંબુ ચમચી, ત્રીપગી દોડ, ઉંધી દોડ રહેશે. તેમજ બહેનોની રમતોમાં ઉંમર 17થી 40 વર્ષ માટે કોથળા દોડ, દોરડા કુદ, લંગડી દોડ, ત્રીપગી દોડ, નાળિયેર ફેંક અને ઉમર 40 વર્ષથી ઉપર માટે લીંબુ ચમચી, દોડ, લંગડી દોડ, નારિયેળ ફેંક, સાપ સીડી રમાડશે.

- text

પ્રસંગની પ્રસ્તાવના રૂપે આગામી તા. 17ના રોજ સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન કલ્પરત્ન એપાર્ટમેન્ટ, 9 સાવસર પ્લોટ, જલારામ મંદિર શેરી ખાતે કાર્યક્રમ યોજાશે. તેમજ મુખ્ય કાર્યક્રમ તા. 20ના રોજ સવારે 7 વાગ્યાથી ઉમા ટાઉનશિપ, સામાકાંઠે ખાતે રહેશે. જેમાં નવકાશી 8-30 વાગ્યે અપાશે.

કાર્યક્રમમાં બુકિંગ પછી નામ નોધવાના આવશે તો લેટ ફી લેવામા આવશે. પાસ વગર પ્રવેશ મળશે નહી. રમત ગમતમાં અનુકુળ ડ્રેસ અને શુઝ પહેરવાના રહેશે. અને તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અપાશે. વધુ વિગત માટે પ્રમુખ ખ્યાતિ શેઠનો મો. 98258 00424 પર સંપર્ક કરી શકાશે.

- text