હળવદ મયુરનગર પે.સેન્ટર શાળાના આચાર્યને નિવૃત્તિ વિદાયમાન અપાયું

- text


શિક્ષક ધારે તે બધું કરી શકે, ભવિષ્ય નક્કી કરનારા શિક્ષકો જ છે : મનુભાઈ હુમલ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર પે.સેન્ટર શાળાના આચાર્ય મનુભાઈ હુમલ વયમયૉદાને કારણે નિવૃત્ત થતા હોય એમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતનાઓ હાજર રહ્યા હતા.

મયુરનગર પે.સેન્ટર શાળામાં છેલ્લા ૩૬ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા મયુરનગર ગામના જ વતની મનુભાઈ હુમલ વય મર્યાદાના કારણે નિવૃત થતા હોય તેઓનો જાજરમાન વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય હાજર રહેલ મહેમાનોના હસ્તે કર્યા બાદ પ્રાર્થના તેમજ ધોરણ ૬ થી ૮ ની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. શાબ્દિક સ્વાગતની સાથે સાથે હાજર રહેલ મહેમાનોનું બુકેથી શાળાની બાળાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મનુભાઈનું ગ્રામજનો, શાળા પરિવાર,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિભેંટ અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. સન્માનપત્રનું વાચન જયાબેન સોલંકીએ કર્યું હતું.સાથે જ મનુભાઈએ શાળામાં પોતાની ૩૬ વર્ષની સેવાના સંસ્મરણો યાદ કરી શિક્ષક ધારે તે બધું કરી શકે છે, બાળકોનું અને દેશનું ભવિષ્ય નક્કી કરનારા શિક્ષકો જ હોવાનું તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું.

- text

આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા,નાયબ જિલ્લાપ્રા.શિ.સી.સી.કાવર,હળવદ,ભચાઉ અને ધ્રાંગધ્રા-થાનના ટી.પી.ઈ.ઓ દિપાબેન બોડા, બી.એન.ગુજ્જર,ગીરીશભાઈ ભવલીયા,અશોકભાઈ વડાલીયા,હળવદ તા.પ્રા.શિ.સંઘના પ્રમુખ પ્રવિણભાઇ ધોળુ,પ્રદેશ ભાજપના અગ્રણી રજનીભાઇ સંઘાણી,મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા,તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ ઝાલા,ચતુરભાઈ પાટડીયા,મયુરનગરના સરપંચ ભાવેશભાઈ ચાવડા સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text