હળવદના ઢવાણા ગામે નવકારતીર્થ-ઢવાણાતીર્થનો જીણોધ્ધાર કરાશે

- text


જિનાલય સંકુલ પ્રવેશદ્રાર, જિનાલય ગર્ભગુહ, જૈન શ્રાવકો માટે ઉપાશ્રય, ભોજનશાળા, પક્ષીધર, પાણીનું પરબ, ગૌશાળા સહિતનું તીર્થ સંકુલ કરોડો ખર્ચે નિર્માણ થશે

હળવદ : હળવદના ઢવાણા ગામે આવેલ સમગ્ર જૈન સમાજના તીર્થસ્થાન નવકારતીર્થ-ઢવાણાતીર્થનું જીણોધ્ધાર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આ તીર્થસ્થાનની સમગ્ર રીતે કાયાપલટ કરીને નવનિર્માણ કરવામાં આવશે. આ જિનાલય સંકુલ પ્રવેશદ્રાર, જિનાલય ગર્ભગુહ, જૈન શ્રાવકો માટે ઉપાશ્રય, ભોજનશાળા, પક્ષીધર, પાણીનું પરબ, ગૌશાળા સહિતનું તીર્થ સંકુલ કરોડો ખર્ચે નિર્માણ થશે.

હળવદના ઢવાણા ગામે જૈન સમાજનું વર્ષોથી પવિત્ર જિનાલય એટલે નવકારતીર્થ-ઢવાણાતીર્થ આવેલું છે. આ તીર્થસ્થાન સમગ્ર જૈન સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ઢવાણા જૈન સંઘ દ્વારા પ્રવચન શ્રુતતીર્થ-શંખેશ્વરના સંચાલન હેઠળ આ પ્રાચીન જિનાલયના મહાનિર્માણ હેતુ દેવદ્રવ્ય અર્પણનો અવસર આવ્યો છે અને કોરોડોના ખર્ચે આ તીર્થસ્થાનનો જીણોદ્ધાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. નૂતન જિનાલયના નિર્માણથી આઠ ગણો મહાલાભ જિનાલયના જીણોદ્ધારમાં છે. તો તીર્થદ્રારમાં કેટલો મહાલાભ તે આપ વિચારો ! આવી જૈનમુનિઓની દિવ્યવાણી અભિભૂત થઈને આ જિનાલયના મહાનિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

નવકારતીર્થ-ઢવાણાતીર્થમાં જિનાલય સંકુલ પ્રવેશદ્રાર રૂ.68 લાખ, જિનાલય મુખ્ય પ્રવેશદ્વાર રૂ.27 લાખ, જિનાલય પ્રવેશદ્વાર ડાબી બાજુ રૂ. 21 લાખ, જિનાલય ગર્ભગૃહ પ્રવેશદ્વાર રૂ.45 લાખ, જિનાલય રંગમંડપ રૂ. 36 લાખ, જિનાલય પ્રવેશદ્વાર જમણી બાજુ રૂ. 21 લાખ, તીર્થોદ્રાર સ્થભ 9 લાખ રત્નસ્થભ, 5 લાખ માણેકસ્થભ, 3 લાખ સુવર્ણસ્થભ, 1 લાખ આધારસ્થભ, તેમજ તીર્થસંકુલમાં શ્રાવક-શ્રવિકા માટે ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળા, તીર્થપેઢી, પાણીનું પરબ, પક્ષીઘર, ગૌશાળા સહિતના મહાલાભ સમયાનુસાર પ્રદાન થશે. આ મહાલાભમાં યોગદાન આપવા માટે જૈનસમાજને અનુરોધ કરાયો છે. જેના માટે નવકારતીર્થ-ઢવાણાતીર્થમાં જિનાલયના કેતનભાઈ કપાસી-9925133707, મુક્તિભાઈ મોરખિયા-8758598085, પંકજભાઇ શાહ-9322791195, સંજયભાઈ શાહ-9979095506, નિલયભાઈ મહેતા-9825031119 તેમજ વિશેષ માહિતી- 9016748886 ઉપર સંપર્ક કરી શકાશે.

- text