મોરબીના લીલાપરમાં ભૂરો દારૂ – બિયર સાથે ઝડપાયો

- text


તાલુકા પોલીસે દરોડો પાડી રૂપિયા 32,500નો મુદ્દામાલ કબ્જે કર્યો : વિજયનું નામ ખુલ્યું

મોરબી : મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામે રહેણાંકમા દરોડો પાડી ભૂરા નામના શખ્સના કબ્જામાંથી વિદેશીદારૂ અને બિયરનો રૂપિયા 32,500નો જથ્થો ઝડપી લઈ અન્ય એક આરોપીનું નામ ખોલવવામાં પણ સફળતા મેળવી છે.

મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ વી.જી.જેઠવાને મળેલ બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફે મોરબી તાલુકાના લીલાપર ગામે શંકર ભગવાનના મંદિર પાછળ વિજયભાઇ કેશુભાઇ કુરીયાના મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ નંબર -1 બ્રાન્ડની ઇંગ્લીશદારૂની બોટલો નંગ 72 તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ 55 સાથે આરોપી રાકેશ ઉર્ફે ભુરો પરસોત્તમભાઇ આત્રેશા ઉ.22 નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો.

જો કે દરોડા દરમિયાન વિજયભાઇ કેશુભાઇ કુરીયા રહે. જુના લીલાપર વાળો હાથ લાગ્યો ન હોય મોરબી તાલુકા પોલીસે દારૂ અને બિયરનો રૂપિયા 32,500ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ વી.એલ પટેલ,પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડ કોન્સ.હરેશભાઇ આગલ, જયેશકુમાર ચાવડા, પો.કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિભાઇ કીડીયા, જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text