મોરબીમાં લગ્નના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી

- text


રોહિદાસપરામાં બનેલ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં બે કુટુંબની દિકરીઓએ કરેલા લગ્ન એક બીજા પરિવારને પસંદ ન હોય ગઈકાલે બન્ને પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી થતા પાઈપના ઘા ઝીકવાથી બન્ને પક્ષે ઇજાઓ પહોંચતા આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી
દિપકભાઇ દીલીપભાઇ રાઠોડના ભત્રીજાએ સામાવાળા આરોપી અજયભાઇ શીવાભાઇ સારેશા, શીવાભાઇ કેશુભાઇ સારેશા, જશવંતભાઇ કેશુભાઇ સારેશા અને જયાબેન કેશુભાઇ સારેશાની કૌટુંબિક ભત્રીજી સાથે લગ્ન કરેલ હોય જેના મનદુઃખમાં હુમલો કરી પાઈપના ઘા ઝીકી છુટા પથ્થર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૩૭,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

જ્યારે સમાપક્ષે શીવાભાઇ કેશુભાઇ સારેશાએ આરોપી જીતેંદ્ર ઉર્ફે જલ્પો જેન્તીભાઇ રાઠોડ, દિલીપભાઇ સીદીભાઇ રાઠોડ, દિપકભાઇ દિલીપભાઇ રાઠોડ અને લખમણ ઉર્ફે લખન મોહનભાઇ રાઠોડ વિરુદ્ધ લગ્ન બાબતના મનદુઃખમાં પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫ ,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text