હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભાની સંયુક્ત નમો કિસાન પંચાયત હળવદ ખાતે યોજાઇ

- text


સુરેન્દ્રનગરના-મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા

હળવદ : આજરોજ હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા-હળવદ વિધાનસભાની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.

હળવદ એપીએમસી ખાતે યોજાયેલ નમો કિશન પંચાયતમાં હાજર રહેલ બંને જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ ખેડૂતલક્ષી કામો હાજર રહેલ કાર્યકર્તાઓને તેમજ ખેડૂતોને જણાવ્યા હતા સાથે જ દરેક ખેડૂત કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ સંઘાણી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા તેમજ હળવદ-ધાંગધ્રા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નમો કિસાન પંચાયત ચાલુ થયા બાદ થોડીજ મિનિટોમાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી તો એક એ પણ વાત સામે આવી છે કે હાલ ઉનાળો ચાલુ થઈ ગયો હોય જેથી જે હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભારે બફારાના કારણે કાર્યકર્તાઓ અને ખેડૂતોને અકળામણ થઈ હતી.

- text