ટંકારાના નાના રામપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂપિયા 12, 500ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા તાલુકાના નાના રામપર ગામે જાહેરમા ખુલ્લી જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પ્રવિણભાઈ ગોવિંદભાઈ વરણ, સુરેશભાઈ રતાભાઈ રાણવા, મુળજીભાઈ જીણાભાઈ ચૌહાણ અને હેમરાજભાઈ કમાભાઈ રાણવાને રોકડા રૂપીયા 12,500 સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, પો.હેડ.કોન્સ જીતેંદ્રકુમાર ભાલોડીયા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિહ ઝાલા, જયવિરસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.

- text