માળીયાની દેવ સોલ્ટ કંપનીમાં સુરક્ષા દિવસ નિમિતે કર્મચારીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


સ્પર્ધાઓના વિજેતાઓને મેડલ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા

માળીયા (મી.) : દર વર્ષે તા.૪ માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે મનાવામાં આવે છે.તેથી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તા.4ના રોજ 51માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવ્યો હતો.જે અંર્તગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દિવસનો હેતુ કંપનીમાં કામ કરતા તમામ કર્મચારિયોમાં કાર્યસ્થળ પર સુરક્ષાની જાગૃતિ ઉજાગર કરવા માટેનો હતો.

તા.૪ માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવામાં આવે છે.આ દિવસનો હેતુ રસ્તાઓ,કાર્યસ્થાળો,આરોગ્ય અને પર્યાવરણ સહીત તમામ પ્રોટોકોલ વિશે જાગૃતી લાવવાનો છે.સલામત વાતાવરણની ખાતરી માટે ઘડવામાં આવેલા પગલા અને નિયમો વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તેના અનુસંધાને દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ(સપ્તાહ) ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 7 દિવસ તા.4 થી 10 સુધી તેના કર્મચારિયોમાં કામમાં સુરક્ષા પ્રતિ જાગૃત્તા લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તા.4ના રોજ SCBA (સેલ્ફ કનટેઇન્ડ બ્રીથીંગ એપારટસ) સેટ ડ્રીલ, તા.5ના રોજ સેફટી પોસ્ટર સ્પર્ધા,તા.7ના રોજ સેફટી સ્લોગન સ્પર્ધા,તા.8ના રોજ ફાયર હાર્દ્રન્ટ ડ્રીલ, તા.9ના રોજ સેફટી ક્વીઝ, તા.10ના રોજ સમાપન સમરોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતાઓને મેડલ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું એક માત્ર હેતુ કંપનીમાં કામ કરતા તમામ કર્મચારિયોમાં કાર્યસ્થળ પર સુરક્ષાની જાગૃતિ ઉજાગર કરવા માટેનો હતો.આ સમગ્ર કાર્યક્રમ કંપનીના એડીસનલ ડાયરેકટર વિવેક સોમાનીના નેતૃત્વ હેઠળ સેફટી ઓફિસર રામવીર સિંગે કરી હતી.કંપનીના બધા કર્મચારીઓએ વિવિધ સ્પર્ધામાં હોશે – હોશે ભાગ લીધો હતો અને કાર્યસ્થળ પર સુરક્ષા પ્રતિએ જાગૃતિ લાવવા માટે કંપનીના મેનજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text