મોટી બરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

- text


વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અવની ડાંગર અને દિક્ષિત બોરીચા એ મોરબી જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. અને વિજતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

ગત તા. 5 માર્ચ, 2022ને શનિવારના રોજ બી.આર.સી. ભવન, મોરબી ખાતે એસ.એસ.એ. કચેરી, મોરબી આયોજિત જિલ્લા કક્ષાની ધો. 6 થી 8 તેમજ ધો.9 અને 11ના મોરબી જિલ્લાના પાંચેય તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા બાળકોની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું. જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારના ધોરણ-9 નો વિદ્યાર્થી બોરીચા દિક્ષિત માવજીભાઈ અને ધોરણ-11ની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ આ બંન્ને વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે.

- text

શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું નામ રોશન કરે એ બદલ મોડેલ સ્કૂલ – મોટી બરારના આચાર્ય બી. એન. વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

- text