મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા સાયન્સ ફેર કમ કોમ્પિટિશન યોજાઈ

- text


મોરબી : મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા સાયન્સ ફેર કમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ગત તા. 28ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘Spark-2022’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જટિલ વિજ્ઞાનને સરળતાથી સમજવાનો લાભ લીધો હતો. જેમાં અનેક પ્રયોગો અને મોડેલ દ્વારા રસ પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અને આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text