સુઝલોન કંપની દ્વારા જાજાસર પ્રાથમિક શાળાને સ્પોર્ટ્સ કીટ અર્પણ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી.

જાજાસર પ્રાથમિક શાળાના બાળકોને સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ કીટ આપીને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટના સાધનો બેટ બોલ તેમજ બહેનો માટે દોરડા કુદના દોરડા ચેસ, બેડમિન્ટન આપવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી માટે પણ નાસ્તા માટેની કીટ આપવામાં આવી હતી.

- text

આ પ્રસંગે સુઝલોન કંપની તરફથી મેનેજર સુઝલોન કંપની ભુજ કચ્છ દિલીપભાઈ પટેલ, મયુરભાઈ કાનાણી, જનકભાઈ માથુકિયા તેમજ પ્રોજેક્ટ મેનેજર સ્વ. જે. વી. નારીયા, એજ્યુકેશન કચેરી ટ્રસ્ટી વિજયભાઈ સોજીત્રા તેમજ ગામના સરપંચ મનુભાઈ તેમજ જેઠાભાઈ દ્વારા આ કાર્યને બિરદાવ્યું હતું તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા તેમજ માળીયા મીયાણા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ, ચેતનભાઇ, જેમિનીબેનએ શાળા પરિવાર વતી સુઝલોન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text