રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબી તાલુકા શાળા નં. 2ની વિદ્યાર્થિનીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : કલાઉત્સવ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબી તાલુકા શાળા નં. 2ની વિદ્યાર્થિનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત અને માર્ગદર્શિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર આયોજિત રાજય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મોરબી તાલુકા શાળા નંબર 2 નાગોરી માહેનૂર સિરાજભાઇને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે શાળા પરિવારે વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવ્યા છે.

- text