મોરબીમાં પિન્ટુ વિદેશી દારૂની 60 બોટલ સાથે ઝડપાયો

- text


સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રીનગરમાં દરોડો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રીનગરમાં રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 60 બોટલ સાથે પિન્ટુ ઉર્ફે પ્રણવ નામના ઇસમને ઝડપી લીધો હતો.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં પ્રણવભાઇ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઇ ગૈાસ્વામી નામનો યુવાન દારૂ ઉતારી વેચતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ 60 કિંમત રૂપિયા 22,500નો જથ્થો મળી આવ્યો હતો.

- text

આ મામલે પોલીસે આરોપી પ્રણવભાઇ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઇ ગૈાસ્વામી વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text