મોરબીમાં ગેરકાયદે નેફામાં પિસ્તોલ રાખી ફરતો શખ્સ ઝડપાયો

- text


 

મોરબી: મોરબી એસ.ઓ.જી. સ્ટાફે સિટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે શહેરના જૂના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી આરોપી યાસીન ઉર્ફે બાબરી સિદ્દીક ગંઢાર જાતે વાઘેર (ઉંમર વર્ષ ૩૧) રહે. જામનગર વાળાને નેફામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે પકડી પાડ્યો છે. આ પિસ્તોલ વિશે તેને પૂછપરછ કરતા આ પિસ્તોલ સાજીદ અજીજ બ્લોચ વાળાએ આપેલ હોવાનું જણાવ્યું હતું. જેથી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text