મોરબીમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓ માટે મંગળવારે ફૂડ લાયસન્સ કાઢી આપવાનો કેમ્પ

- text


મોરબી : મોરબીના ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓને ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત હોય, ફુડ લાયસન્સ મેળવવા ઓનલાઇન અરજી કરવાની હોય તેથી મોરબી જીલ્લા ફુડ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ લાયસન્સ કેમ્પનું આયોજન કરેલ છે.

આ કેમ્પ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરી, રૂમ નં 229 અને 230, બીજો માળ, બ્લોક ન. સી, જિલ્લા સેવા સદન, સો ઓરડી વિસ્તાર, મોરબી-2 ખાતે તા.8ને મંગળવારના રોજ સવારના 10થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. અરજી કરવા માટે ફોટા -2, આધાર કાર્ડ,પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, ધંધાના સ્થળનો પુરાવો, ટર્ન ઓવરની વિગત, ઇમેઇલ આઈડી લખવી તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે ગુગલ પે કે ફોન પેની જરૂર પડશે. લાયસન્સની એક વર્ષની ફિ રૂ 100/- છે. તથા પાંચ વર્ષની ફિ રૂ 500/- છે.

- text

- text