મોરબી જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં એલ કે સંઘવી વિદ્યાલયનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબી: મોરબીમાં યોજાયેલી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં વાંકાનેરની એલ કે સંઘવી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

આજરોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા મોરબી આયોજિત જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પ્રોજેકટ કો ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૬, ૭, ૮, ૯ અને ધો.૧૧ ના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલા કુલ 26 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં એલ કે સંઘવી વિદ્યાલયની ધોરણ ૯ અને ૧૧ ની બહેનોએ ખૂબ સારો દેખાવ કરી વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ધોરણ 9માં ધરોડિયા સૌમ્યા અને ધોરણ ૧૧માં વાળા એકતાએ વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવી જિલ્લામાં પ્રતિનિધિત્વ કર્યુ તે બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ શાળા પરિવાર દ્વારા બન્ને વિદ્યાર્થી બહેનોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

- text