મોરબીમાં ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવી વેપાર કરતા બે ઝડપાયા, 216 બોટલ દારૂ કબ્જે

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઓરડીમાં દારૂ છુપાવીને વેપાર કરતા બે શખ્સને રૂ. 87 હજારના 216 બોટલ દારૂના જથ્થા સાથે પકડી પાડી બન્ને સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સીરાજભાઇ ઉમરભાઇ ખોખર રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૨૦ વાળો તથા મુસ્તાક ઉર્ફે મુસ્સો જુસબાઇ કટીયા રહે.મચ્છી પીઠ શેરી નં.૦૨ આઝાદ હોટેલ સામેની શેરીમાં મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરતો હોય તેવી ચોકકસ હકીકત મળેલ જેથી ઉપરોક્ત હકીકત વાળી જગ્યા એ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૨૧૬ જેની કુલ કિ.રૂ.૮૭૯૬૦/- નો મુદામાલ પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં વેચાણ અર્થે રાખી મળી આવેલ જેથી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.પી.રાણા તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ મંઢ, તથા પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર, અરજણભાઇ ગરીયા જોડાયા હતા.

- text