મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર આજે બોર્ડના છાત્રોને લાઈવ માર્ગદર્શન આપશે ગિજુભાઈ ભરાડ

- text


મોરબી અપડેટ તથા તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આયોજન

મોરબી : આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે. તેના નિરાકરણ રૂપે મોરબી અપડેટ અને તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘પરીક્ષાનું પંચામૃત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર આજે બોર્ડના છાત્રોને પ્રખ્યાત કેળવણીકાર ગિજુભાઈ ભરાડ લાઈવ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

ગણતરીના દિવસોમાં ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ થવા જઈ રહી છે. ત્યારે મોરબીમાં આવેલ તપોવન વિદ્યાલય અને મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે ‘પરીક્ષાનું પંચામૃત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?, કેટલું વાંચવું?, કેટલા કલાક વાંચવું? સહિતના વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે પ્રખર કેળવણીકાર એવા રાજકોટ સ્થિત ભરાડ સ્કૂલના સ્થાપક ગિજુભાઈ ભરાડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

- text

આજે તા. 05ના રોજ રાત્રે 8 કલાકે મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર આ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર એન્કર નીરવ માનસેતા સાથે લાઈવ કરાવશે. આ સેમિનાર https://www.facebook.com/morbiupdate લિંક પર ક્લિક કરી જોઈ શકાશે. ત્યારે મોરબીવાસીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓને સહપરિવાર આ સેમિનાર નિહાળવા અનુરોધ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text