સરકારના બજેટમાં આશા વર્કરોની આશા ન ફળતા બજેટની હોળી કરી

- text


મોરબી જિલ્લાના અર્બન સેન્ટરો બહાર આશા વર્કર બહેનોએ બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યના આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી વેતન વધારો સહિતની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે તેમને 2 દિવસ પહેલા જાહેર થયેલા રાજ્ય સરકારના બજેટમાં પોતાની માંગણી સંતોષાસે તેવી આશા હતી પરંતુ બજેટમાં આશા વર્કર બહેનો માટે ખાસ કોઈ જોગવાઈ ના કરતા આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

મોરબી જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓ ના સંતોષાતા લીલાપર સહિતના અર્બન સેન્ટરો ખાતે આજે એકત્રિત થઈ અને રાજ્ય સરકારના બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરવામાં આવી હતી. જો આગામી સમયમાં પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનો ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text