મોરબી પોલીસ દ્વારા સાર્થક સ્કૂલમાં છાત્રાઓને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસની સી- ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિરમાં બહેનોને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી, બહેનો કોઈ પણ મુસીબત સામે લડી શકે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસની સી- ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ યોજાયેલા કાર્યક્રમમાં બી-ડિવીઝન પી.આઇ પી.એ.દેકાવાડીયાએ ધોરણ 9 થી 12ની બહેનોને મહિલા સુરક્ષા અંતર્ગત માહિતી આપી હતી.બની રહેલ સાંપ્રત ઘટનાઓને ટાંકીને આવી ઘટના ન બને તે માટે ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું આ તકે પોલીસની ટીમ તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text