વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરા, ધાણા, રાય, ચણા, મેથીની મબલખ આવક

- text


વાંકાનેર : હાલ જીરા,ધાણા,રાય,ચણા,મેથીની સીઝન ચાલુ છે. વાંકાનેર માર્કેટયાર્ડમાં જીરા,ધાણા,રાય,ચણા,મેથીની મબલખ આવક શરુ થયેલ છે.ચાલુ વર્ષે દરેક જણસીના ખેડૂતોને સારા ભાવ મળી રહયા છે.જણસીની રોજ ઉતરાઈ,તોલાઈ અને વેચાણ થઇ થઇ જાય છે અને ખેડૂતોને એ જ દિવસે થયેલ આવક આપી દેવાય છે.

વાંકાનેર માર્કેટયાર્ડમાં દરેક જણસીની જે આવક થાય છે તેની રોજ ઉતરાઈ,રોજ વેચાણ,રોજ તોલાઈ અને તેજ દિવસે તેમનુ જણસીનું બીલ મળી જતુ હોઈ છે. કોઈ પણ ખેડૂતનો માલ પેન્ડીંગ રહેતો નથી.વાંકાનેર માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને તે જ દિવસે પેમેન્ટની સુવીધા દલાલભાઈઓ દ્વારા પુરી પાડવામાં આવે છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે રાત્રે સુવા માટે ખેડૂત રેસ્ટ હાઉસ પણ આવેલ છે.ગત વર્ષ માર્કેટયાર્ડની આવકમાં વધારો થયેલ છે.ચાલુ વર્ષે પણ જણસીની આવક વધુ થતા માર્કેટયાર્ડની આવકમાં વધારો થશે એવી અપેક્ષા છે. ખેડૂતોએ પોતાની જણસીના ઉંચા ભાવ મળી રહે તે માટે હંમેશા વાંકાનેર માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવા માટે લાવવા માર્કેટયાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ યાદીમાં અપીલ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text