રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોટી બરારની મોડેલ સ્કૂલની છાત્રાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


માળીયા (મી.) : રાજ્યકક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થીની રાઠોડ રાજવીબાએ ઉત્કૃષ્ટ પ્રદરદાન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેણીને શિલ્ડ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની રાઠોડ રાજવીબા જયદીપસિંહ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2021-22માં ભાગ લીધો હતો.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની કલા ઉત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા 2021-22 યોજાયેલ હતી.જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પર વિજેતા થઈ હતી.રાજ્યકક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.તે બદલ GCERTના અધ્યાપક અંકિતાબેન ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવ્યું હતું.

- text

વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલ – મોટી બરારનું ગૌરવ વધારવા બદલ મોડેલ સ્કૂલ-મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા.

- text