હળવદમાં સ્વામીનરાયણ મંદિર પાટોત્સવ નિમિતે મંગળવારે મેડિકલ કેમ્પ

- text


યુનિક હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આયોજન

હળવદ : સ્વામીનરાયણ પ્રસાદી મંદિર (જુનું ટાવરવાળું) આયોજીત વાર્ષિક પાટોત્સવ મહોત્સવના ઉપક્રમે યુનિક હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ હળવદના સૌજન્યથી મેગા મેડિકલ કેમ્પ, ફ્રિ દવાઓ, ફ્રિ લેબોરેટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે.

હળવદમાં સ્વામીનરાયણ પ્રસાદી મંદિર (જુનું ટાવરવાળું) આયોજીત વાર્ષિક પાટોત્સવ મહોત્સવના ઉપક્રમે યુનિક હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ હળવદના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ પાટોત્સવ મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે આગામી તા.8ને મંગળવારના રોજ સવારે 9 થી 1 વાગયા સુધી સંસ્કારવિદ્યાલય, હળવદ ખાતે રાખવામાં આવ્યો છે.

- text

આ કેમ્પમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર – નિદાન કરવામાં આવશે.જેમાં દવાઓ ફ્રિ આપવામાં આવશે તથા રીપોર્ટ પણ ફ્રિ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન (હાડકા ના ડોક્ટર) ડો.ધીરજ માળી,સ્ત્રી રોગ નિષ્ણાંત (ગાયનેકોલજીસ્ટ) ડો.પાર્થ સાદરીયા,કાર્ડિયોલોજીસ્ટ એન્ડ જનરલ ફીજીશીયન ડો.ચેતન રાઠોડ,ઓર્થોપેડિક સર્જન (હાડકા ના ડોક્ટર) ડો.પ્રહલાદ ઉઘરેજા,ન્યુરો સર્જન (મગજ, મણકાં, કરોડરજ્જુના ડોક્ટર) ડો.મિલન મક્વાણા,યુરોલોજીસ્ટ (કિડની, પથરી, પ્રોસ્ટેટના ડોક્ટર) ડો. મિલન પટેલ,કાન,નાક,ગળાના સર્જન (E.N.T) ડો.અલ્પેશ ફેફર,સ્કીન સ્પેશ્યાલીસ્ટ (વાળ, ચામડીના ડોક્ટર) ડો. દિક્ષીત કાસુન્દ્રા,પીડિયાટ્રીશીયન (બાળકોના ડોક્ટર) ડો.ચિરાગ પટેલ,ઓપ્લાસ્મોલોજીસ્ટ (આંખના ડોક્ટર) ડો.રસિક પાટડીયા,જનરલ સર્જન (M.S.) ડો,. પરેશ બાલધા,દાંતના સર્જન (B.D.S.)ડો.પિનલ ભોરણીયા,કસરતના ડોક્ટર (ફિઝીયોથેરાપિસ્ટ) ડો.અનેરી માળી – શ્રૃતિ પટેલ દ્વારા સારવાર કરવામાં આવશે.

- text