મોરબી પોલીસ જનતાના રક્ષક સાથે બાળાઓના માર્ગદર્શક પણ બન્યા

- text


એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલમાં બાળાઓને તરુણાવસ્થાની સમસ્યા અંગે સમજ આપી

મોરબી : પોલિસ જનતાની રક્ષા કરે છે.એટલું જ નહીં પરંતુ બાળાઓને તરુણાવસ્થામાં સમાજના દુષણો સામે સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપે છે.એ જ રીતે આજરોજ મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી SHE TEAMનું માર્ગદર્શન અપાયું હતું.

- text

મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી કોન્સ્ટેબલ કીર્તિસિંહ જાડેજા તેમજ મહિલા પોલીસ કોન્ટેબલ વનીતાબેન અને કાજલબેન ઉપસ્થિત રહી SHE TEAM વિશે માહિતી આપી હતી.બલિકાઓને જ્યારે જરૂરત પડે ત્યારે ફોન કરવાની તથા મદદરૂપ થવાની બાંહેધરી આપી હતી.શાળાના આચાર્ય ઉષાબેન જાદવ દ્વારા તરુણાવસ્થાએ સમયની સમસ્યા તથા એનું સોલ્યુશનએ વિશે વાત કરી હતી.બાળકોને હિંમત આપી હતી.રાજુભાઇ માધર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

- text