મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં બિઝનેસ ટોક યોજાઈ

- text


સીરામીક એસો.ના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ અનુભવો શેર કરી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અંગે માહિતી આપી

મોરબી : મોરબીમાં નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા મોરબી સીરામીક એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના વક્તાસ્થાને બિઝનેસ ટોક યોજવામાં આવી હતી. જેમાં નિલેશભાઈ જેતપરિયાએ વ્યક્તિગત અનુભવો શેર કર્યા હતા.

મોરબી ખાતે નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન આપવાના હેતુ સાથે બિઝનેસ ટોકના ગેસ્ટ લેક્ચરમાં આજે સીરામીક એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ધો.11 કોમર્સના વિદ્યાર્થીઓને બિઝનેસમાં આયાત-નિકાસનું મહત્વ, આયાત-નિકાસ કઈ રીતે કરવું અને નવો બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે કરવો, જેવા મુદ્દાઓની સમજૂતી આપી હતી.

જેમાં તેમણે પોતાના વ્યક્તિગત અનુભવોની સાથોસાથ એક્સપોર્ટની શરૂઆત કઈ રીતે કરી, તેમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને પોતાના વિદેશ પ્રવાસના અનુભવોને વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. સાથોસાથ તેમણે એક્સપોર્ટને લગતા અજાણ્યા શબ્દોની સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.

સેમિનારમાં રાષ્ટ્ માટે વિદેશી નાણું શા માટે જરૂરી છે?, વિદ્યાર્થીનીઓ માટે પણ એક્સપોર્ટમા ઉત્તમ તકો, એક્સપોર્ટ કઈ શરૂઆત કઈ રીતે કરવી?, માર્કેટ રિસર્ચ કઈ રીતે કરવું?, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એ સૌથી ઓછા રોકાણમાં થતો વ્યવસાય છે, HSN કોડ શું છે? એન્ટી ડમ્પિંગ શું છે?, IEC કંઈ રીતે મેળવી શકાય?, LC એટલે શું? સહિતના મુદ્દાઓ વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વના રહ્યા હતા.

નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતભાઈ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા મુખ્ય આમંત્રિત મહેમાન સીરામીક એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text